વાંકાનેર: વાંકાનેર શહેરના નવાપરા GIDCમાં રહીને મજૂરી કામ કરતા પરપ્રાંતિય પરિવારનો 11 વર્ષનો તરુણ ગુમ થતા પરિવાર ચિંતાતુર બન્યો છે અને બાળકની શોધખોળ શરૂ કરી છે. બનાવની વિગતો જોઈએ તો, મૂળ ઇસ્ટ ચંપારણના વતની અને હાલ વાંકાનેરના નવાપરા GIDCમાં રહેતા લખનકુમાર ગજેન્દ્રભાઈ પાસવાન (ઉ.વ.11) નામનો બાળક ગુમ થયો છે. ગત 19 જાન્યુઆરીના રોજ સાંજે 6 કલાકે પોતાના ઘર પાસે રમતા રમતા બાળક નીકળી ગયું હતું અને બાદમાં ગુમ થયું છે જેથી બાળક વિશે કોઈપણ માહિતી હોય તો મો. નં. 7984003243 પર સંપર્ક કરવા અપીલ કરવામાં આવી છે.