સાવડી ગામના પાટિયા નજીક ગતરાત્રીના થયેલ અકસ્માત તંત્ર બેખબર ટંકારા : ટંકારા - લતીપર હાઇવે ઉપર સાવડી ગામના પાટિયા નજીક ગતરાત્રીના સમયે પુરપાટ ઝડપે જતી સ્વીફ્ટ કાર ગુલાંટ મારી ગઈ હોવાનું સામે આવ્યું છે. જો કે આ અકસ્માતના બનાવ અંગે ટંકારા હોસ્પિટલ કે પોલીસમાં કોઈ જ જાણ નથી. જાણવા મળતી વિગતો મુજબ ટંકારા - લતીપર હાઇવે ઉપર સાવડી ગામના પાટિયા નજીક જીજે - 36 - એએફ - 3681 નંબરની પુરપાટ ઝડપે જતી સ્વીફ્ટ કાર રાત્રિના સમયે પલટી મારી ગઈ હતી. આ અકસ્માતના બનાવમાં કોઈને ઇજાઓ પહોંચી છે કે કેમ તે સહિતની કોઈ વિગતો બહાર આવી નથી.