માળીયા : માળીયા મિયાણા પોલીસે શહેરના વાગડીયા ઝાપા નજીક આવેલ પોસ્ટ ઓફિસની બાજુમાં દરોડો પાડી જાહેરમાં વરલી મટકાનો જુગાર રમી રહેલા છ શખ્સને રંગે હાથ ઝડપી લઈ અન્ય એક આરોપીને ફરાર દર્શાવી કુલ સાત ઈસમો વિરુદ્ધ જુગારધારા અન્વયે ગુન્હો રજીસ્ટર કર્યો હતો. પ્રાપ્ત વિગતો મુજબ માળીયા મિયાણા પોલીસ ટીમે વાગડીયા ઝાપા નજીક આવેલ પોસ્ટ ઓફિસની બાજુમાં દરોડો પાડી જાહેરમાં વરલી મટકાનો જુગાર રમતા કાસમભાઇ હુશૈનભાઇ સંધવાણી, મુસ્તાકભાઇ સુભનભાઇ જેડા, હિતેશભાઇ નારણભાઇ ચાવડા, વલીમામદભાઇ કરીમભાઇ જેડા, કાળુભાઇ મનજીભાઇ મકવાણા અને બળદેવભાઇ બીપીનભાઇ વાણીયા નામના ઇસમોને રંગે હાથ ઝડપી લઈ રોકડા રૂપિયા 10,020 તેમજ રૂપિયા 4000ની કિંમતના 3 મોબાઈલ ફોન સહિત 14,020નો મુદ્દામાલ કબ્જે કર્યો હતો. વરલી મટકાના આ જુગાર દરોડામાં પોલીસે આરોપી હુશૈનભાઇ કાસમભાઇ સંધવાણીને ફરાર દર્શાવી કુલ સાતેય ઈસમો વિરુદ્ધ જુગારધારા અન્વયે કાર્યવાહી કરી હતી.