સરકારે નોટિસ આપ્યા બાદ પ્રમુખે સુપરસિડ કરવાના નિર્ણય લેવા અંગે જનરલ બોર્ડ બોલાવ્યું મોરબી : ઝૂલતાપૂલ દુર્ઘટના કેસમાં લાંબા સમયથી મોરબી નગરપાલિકાને સુપરસિડ કરવા અંગે ચાલી રહેલી અટકળો વચ્ચે થોડા સમય અગાઉ સરકારે મોરબી નગરપાલિકાને સુપરસિડ કેમ નહિ કરવી તેનો ખુલાસો રજૂ કરવા પાલિકા પ્રમુખને નોટિસ ફટકારી હતી. આથી આ અંગેનો નિર્ણય લેવા પાલિકા પ્રમુખે આગામી સોમવારે પાલિકામાં જનરલ બોર્ડ બોલાવ્યું છે. ઝૂલતાપુલ દુર્ઘટનામાં મોરબી નગરપાલિકાને સુપરસિડ કરવા માટે લાંબા સમયથી લટકતી તલવાર વચ્ચે અંતે સરકારે થોડા સમય અગાઉ નગરપાલિકાના પ્રમુખને નોટિસ ફટાકરી હતી કે ઝૂલતાપૂલ દુર્ઘટના કેસમાં નગરપાલિકા સુપરસિડ કેમ નહિ કરવી તે અંગે ખુલાસો રજૂ કરવાની તાકીદ કરી હતી. આથી આ અંગેનો નિર્ણય લેવા માટે નગરપાલિકાના પ્રમુખ કુસુમબેન પરમારે આગામી સોમવારે તા.23ના રોજ સાધારણ સભા બોલાવી છે અને આ સાધારણ સભામાં મોરબી નગરપાલિકાને સુપરસિડ કરવા મામલે ઠરાવ પસાર કરીને સરકારમાં રજૂ કરાશે. અત્રે ઉલ્લેખનીય અગાઉ નગરપાલિકાના 49 જેટલા ભાજપના સભ્યોએ સરકારને રજુઆત કરીને તેઓ ઝૂલતાપૂલનું રીનોવેશન કામ પાલિકા દ્વારા ઓરેવા કંપનીને સોંપવા બાબતના કરાર અંગે કશું જાણતા ન હોય અને તેમનો વાંક ન હોવાથી પોતાના બચાવમાં પાલિકાને સુપરસિડ ન કરવાની માંગ કરી હતી. ત્યારે હવે સોમવારે જનરલ બોર્ડમાં કેવો નિર્ણય લેવાય છે તે જોવાનું રહ્યું.