મોરબી: મોરબીની ખારીવાડી પ્રાથમિક શાળા અને ઘુચરવાડી પ્રાથમિક શાળામાં વિદ્યાર્થીઓને પેડ આપીને કંઝારીયા મનસુખભાઈએ જન્મદિવસની ઉજવણી કરી હતી. કંઝારીયા મનસુખભાઈ મોહનભાઈએ પોતાના જન્મદિવસ નિમિત્તે 400 જેટલા પેડ આંગણવાડીથી લઈને ધોરણ આઠ સુધીના વિદ્યાર્થીઓને આપ્યા હતા અને પોતાના જન્મદિવસની ઉજવણીને સાર્થક બનાવી હતી.