સરકાર પક્ષ તેમજ જયસુખ પટેલના વકીલની ગેરહાજરી વચ્ચે પોલીસે મુદત માંગી : પીડિતો પરિવારોએ પણ વાંધા અરજી કરી મોરબી : મોરબીમાં 135 નિર્દોષ લોકોનો ભોગ લેનાર ઝૂલતા પુલ દુર્ઘટના કેસમાં અજંતા ઓરેવા કંપનીના એમડી જયસુખ પટેલે નાટકીય રીતે એફઆરઆઈમા નામ ન હોવા છતાં સંભવિત ધરપકડ સામે પોતાના વકીલ મારફતે મોરબીની કોર્ટમાં આગોતરા જામીન માટે અરજી કરતા આજે સુનાવણી હાથ ધરવામાં આવી હતી. જો કે, સુનાવણી સમયે સરકાર પક્ષ તેમજ જયસુખ પટેલના વકીલની ગેરહાજરી વચ્ચે પોલીસે મુદત માંગવાની સાથે પીડિતો પરિવારોએ પણ વાંધા અરજી કરતા હવે આગામી તા.1 ફેબ્રુઆરીના રોજ આગોતરા જામીન અરજીની સુનાવણી કરવામાં આવશે. મોરબી પાલિકા હસ્તક રહેલ અને અજંતા ઓરેવા કંપની સંચાલિત ઝૂલતો પુલ ઓક્ટોબર માસમાં તૂટી પડતા આ ગોઝારી દુર્ઘટનામા 135 નિર્દોષ લોકોના મૃત્યુ નિપજતા અજંતા ઓરેવાના મેનેજર અને અન્ય 9 લોકો વિરુદ્ધ ગુન્હો નોંધવામાં આવ્યો હતો અને હાલમાં તમામ આરોપીઓ જેલમાં સીધે ત્યારે દુર્ઘટના કેસમાં ચારેક માસ બાદ એફઆરઆઈમાં નામ નહિ હોવા છતાં અદ્રશ્ય થયેલા અજંતા ઓરેવાના એમડી જયસુખ પટેલે વકીલ એ.કે.જાડેજા મારફતે મોરબી નામદાર કોર્ટમાં આગોતરા જામીન અરજી કરી હતી. આજે આ આગોતરા જામીન અરજીની સુનાવણી સમયે સરકાર પક્ષના વકીલ તેમજ જયસુખ પટેલના વકીલની ગેરહાજરી વચ્ચે પોલીસે મુદત માંગતા નામદાર કોર્ટે આગામી 1 ફેબ્રુઆરીના રોજ સુનાવણી મુકરર કરી છે. બીજી તરફ આ દુર્ઘટનાના પીડિતો પરિવારોએ પણ એડવોકેટ દિલીપ અગેચણિયા મારફતે જયસુખ પટેલના આગોતરા જામીન મેળવવાની અરજી સામે વાંધા અરજી કરી પક્ષકાર તરીકે જોડાવવા અરજી કરી હોવાનું સામે આવ્યું છે. https://youtu.be/WjYGaH_CIGY