મોરબી : ટીબી મુક્ત ભારત અભિયાન અંતર્ગત તાજેતરમાં રંગપર મુકામે ટીબીના 30 જેટલા દર્દીઓને દતક લઈ ન્યુટ્રીશન કીટ આપવામાં આવી હતી. ટીબી મુક્ત ભારત ટીબી મુક્ત ગુજરાતના લક્ષ્યાંકને સાર્થક કરવા માટે ટીબીના દર્દીઓને કોમ્યુનિટી સ્પોર્ટ અંતર્ગત મુખ્ય જીલ્લા આરોગ્ય અધિકારી ડો.કવિતાબેન દવે અને જીલ્લા ક્ષય અધિકારી એન. એન. ઝાલાના સતત માર્ગદર્શન તેમજ તાલુકા આરોગ્ય અધિકારીના સહયોગથી પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર રંગપરના મેડીકલ ઓફિસર ડો. કે.પી.વિડજા અને સુપરવાઈઝર પ્રફુલભાઈ એલ. રાઠોડની ટીમના સતત પ્રયત્નથી અને ગામના સરપંચ મેઘરાજસિંહ એન. ઝાલા, પૂર્વ સરપંચ મહેન્દ્રસિંહ દિલુભા ઝાલા, ગામ આગેવાન નરવીરસિંહ વી. ઝાલા, રંગપર સિરામિક એસોસીએશનના મણીલાલ પટેલ વગેરેના સહયોગથી TBના 30 દર્દીઓને 6 માસ સુધી ન્યુટ્રીશન સપોર્ટ માટે દતક લઈને ન્યુટ્રીશન કીટ આપવામાં આવી હતી. આ કાર્યક્રમને સફળ બનાવવા માટે રંગપરના કર્મચારીઓએ જહેમત ઉઠાવી હતી.