મોરબી જિલ્લા પંચાયતના બે નાયબ ચિટનિશની બઢતી સાથે બદલી

- text


 

મોરબી : મોરબી જિલ્લા પંચાયતના બે નાયબ ચિટનિશના તાલુકા વિકાસ અધિકારી તરીકે બઢતી સાથે બદલીના ઓર્ડર થયા છે. આ સાથે અન્ય એક અધિકારીને પણ પ્રમોશન સાથે મોરબીમાં મુકવામાં આવ્યા છે.

- text

રાજ્યના પંચાયત સેવાના વર્ગ-3ના 35 અધિકારીઓને વર્ગ-2માં તાલુકા વિકાસ અધિકારી કક્ષાએ હંગામી બઢતી આપવામાં આવી છે. જેમાં મોરબી જિલ્લા પંચાયતના નાયબ ચિટનિશ જયદીપ બલદાણીયાની પ્રમોશન સાથે ચિટનિશ કમ તાલુકા વિકાસ અધિકારી સુરેન્દ્રનગર ખાતે બદલી કરાઈ છે. જ્યાંરે ગૌતમ ભીમાણીની આચાર્ય-તાલીમ કેન્દ્ર-જૂનાગઢ ખાતે બઢતી સાથે બદલી કરાઈ છે. બીજી તરફ દેવભૂમિ દ્રારકાના નાયબ ચિટનિશ પીઠા ડાંગરને પ્રમોશન સાથે ચિટનીશ કમ તાલુકા વિકાસ અધિકારી તરીકે મોરબી જિલ્લા પંચાયતમાં મુકવામાં આવ્યા છે.

- text