મોરબી : મોરબી શહેર પેટા વિભાગ ૨ હેઠળ તારીખ ૨૨/૦૧/૨૦૨૩ ના રોજ ગોપાલ ફીડરના વિસ્તારોમાં સવારે ૭.૩૦ વાગ્યા થી સાંજે ૦૩.૩૦ વાગ્યા સુધી વિજપુરવઠો મેંટનન્સ હેતુસર બંધ રહેશે. અરુણોદય નગર, રિલીફ સોસા, રામકૃષ્ણ નગર, રોટરી નગર,જનકલ્યાણ નગર, રામકૃષ્ણ નગર, વર્ધમાન નગર, વિદ્યુત નગર, હરીપાર્ક,સરસ્વતી સોસા, ગોપાલ સોસા, શિવમ પાર્ક, વિકાસ પાર્ક તથા આસપાસનાં વિસ્તારોમાં વીજ કાપ રહેશે. મેન્ટેનન્સની કામગીરી પૂર્ણ થયે કોઈ પ્રકારની જાણ કર્યા વગર વીજ પુરવઠો ચાલુ કરવામાં આવશે. તેમ નાયબ ઇજનેર, શહેર પેટા વિભાગ 2, મોરબીની યાદીમાં જણાવાયું છે.