મોરબી : મોરબીના શનાળા રોડ ઉપર આવેલ હદાણીની વાડી પાસે રોડનું કામ અધૂરું છોડી દીધું હોય તેને ફરી શરૂ કરાવવા સ્થાનિકોએ અધિક કલેકટરને રજુઆત કરી છે. મોરબીના શનાળા રોડ ઉપર ચિત્રા હનુમાનજી સામે હદાણીની વાડી પાસે રહેતા જયેશભાઇ કરમશીભાઈ કંઝારિયાએ અધિક કલેકટરને રજુઆત કરી હતી કે તેઓના વિસ્તારમાં રોડનું કામ મંજુર થયું હતું. બાદમાં તે કામ શરૂ પણ કરાયું હતું. પણ કામ અચાનક કોઈ કારણોસર બંધ કરવામાં આવ્યું છે. તેને ફરી ચાલુ કરાવવામાં આવે તેવી માંગ છે.