ટંકારા : ટંકારાના મિતાણા - નેકનામ રોડ ઉપર ગત તા.16ના રોજ રાત્રીના સમયે રોડ રોલર સાથે બાઈક અથડાતા એમપીના શ્રમિકનું મૃત્યુ નીપજ્યું હતું. બનાવ અંગે જાણવા મળતી વિગતો મુજબ ગત તા.16ના રોજ મોરબીના ઇન્દિરાનગર વિસ્તારમાં રહેતા રોડ રોલર ચાલક અસગરહુસેન ઉસ્માનમિયા અન્સારી પોતાનું રોડ રોલર લઈને જતા હતા ત્યારે રાત્રીના સમયે બાઈક નંબર એમપી - 46 - એમએચ - 0586 નંબરનો ચાલક ભદુભાઈ રાજેલીયાભાઈ બંડેડીયા નામનો યુવાન રોડ રોલર સાથે પાછળથી ભટકાતા ગંભીર ઇજાઓ થતા મૃત્યુ નીપજ્યું હતું. અકસ્માતની ઘટના અંગે રોડ રોલરના ચાલકની ફરિયાદને આધારે મધ્યપ્રદેશના વતની મૃતક વિરુદ્ધ ગુન્હો નોંધાયો છે.