મોરબી : મોરબી પોલીસે લીલાપર રોડ ઉપરથી મોરબી સહિત પાંચ જિલ્લામાંથી હદપાર કરાયેલ શખ્સને ઝડપી લઈ કાયદેસરની કાર્યવાહી કરી હતી. પ્રાપ્ત વિગતો મુજબ મોરબીના લીલાપર રોડ ઉપર ચાર માળીયા ક્વાર્ટર આવાસ યોજનામાં રહેતા અકબર હાજીભાઈ સમાને સબ ડિવિઝનલ મેજિસ્ટ્રેટ દ્વારા મોરબી, રાજકોટ, સુરેન્દ્રનગર, કચ્છ સહિત પાંચ જિલ્લામાથી હદપાર કરાયેલ હોવા છતાં આરોપી લીલાપર રોડ ઉપર તેના રહેણાંક નજીક મળી આવતા પોલીસે હદપારી હુકમ ભંગ સબબ કાર્યવાહી કરી હતી.