ટંકારા : આજ રોજ તારીખ 18 જાન્યુઆરી ને બુધવારના રોજ મોરબી જિલ્લા મહિલા દૂધ ઉત્પાદક સંઘ(મયુર ડેરી) સંયોજીત હરિપર(ટંકારા) ગામની હરિપર મહિલા દૂધ ઉત્પાદક મંડળી દ્વારા વિનામૂલ્યે પશુ સારવાર કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું. પશુ સારવાર કેમ્પમાં દૂધ મંડળીના પ્રમુખ અનસોયાબેન કિશોરભાઈ ભાગીયા અને મંત્રી જ્યોતિબેન દિલીપભાઈ મુંજાતની હાજરીમાં મયુર ડેરીના ડો. આશિષ હેમંતભાઈ ભાગીયા અને ડો. હિરેન ચંદુભાઈ વડનગરા અને મેહુલભાઈ આચાર્ય દ્વારા 47 પશુને સારવાર આપવામાં આવી હતી.