મોરબી : મોરબી શહેર અને આજુબાજુના ગ્રામ્ય વિસ્તારોને જનતા માટે આશીર્વાદ રૂપ નિવડેલી વીસા શ્રીમાળી વણીક જ્ઞાતિ સંચાલિત મહેતા કુટુંબ આયોજિત મોરબીના નવા ડેલા રોડ ઉપર આવેલ ડીસી મહેતા સાર્વજનિક ડિસ્પેન્સરી ખાતે સ્વ. વસંતભાઈ પારેખ, ચંપાબેન પારેખ, અંજનાબેન અને ભારતીબેનના સ્મરણાર્થે નીતિનભાઈ પારેખ અને ડો. પરિમલ પારેખ તરફથી તા.21ને શનિવારે સાંજે 4થી7 દરમિયાન અને તા.22ને રવિવારે સવારે 9થી12 વાગ્યા દરમિયાન વિનામૂલ્યે કેન્સર નિદાન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું છે. આ કેન્સર નિદાન કેમ્પમાં મુંબઈના કેન્સર નિષ્ણાંત ડો.વિક્રમ સંઘવી કેન્સરના દર્દીઓને વિનામૂલ્યે તપાસીને યોગ્ય માર્ગદર્શન આપશે. તેથી આ કેન્સર નિદાન કેમ્પનો દર્દીઓને લાભ લેવા સંસ્થા મેનેજીંગ ટ્રસ્ટી ભાવેશભાઈ શાહે અનુરોધ કર્યો છે.