મોરબી: મોરબીમાં પહેલાથી જ બે શાખા ધરાવતી કોટક મહિન્દ્રા બેંકની ત્રીજી શાખાનો પ્રારંભ મહેન્દ્રનગર ખાતે કરવામાં આવ્યો છે. સ્વામિનારાયણ ગુરુકુળના સંતો નારાયણ સ્વામી, નીલકંઠ સ્વામી, નિર્ગુણ સ્વામી, તેમજ બ્રાન્ચ મેનેજર રામ ભારવાણી, એરિયા મેનેજર ધવલભાઈ શાહ, સેલ્સ મેનેજર પ્રવલ શાહ, ડો. પી.એન. આશર, ઉદ્યોગપતિ નરેન્દ્રભાઈ ભીમાણી સહિતનાના હસ્તે બ્રાન્ચનો પ્રારંભ કરાવાયો હતો. મોરબી અને લાલપર બાદ મહેન્દ્રનગર બસ સ્ટેન્ડ સામે પ્રભુકૃપા કોમ્પ્લેક્સમાં કોટક મહિન્દ્રા બેંકની નવી શાખાનો પ્રારંભ થયો છે.