બી ડિવિઝન પોલીસે બાઈક ચોરીનો ભેદ ઉકેલી ત્રણેય ચોરાઉ બાઈક કબ્જે કર્યા મોરબી : મોરબી સીટી બી ડીવીજન પોલીસે સામાંકાંઠા વિસ્તારમાં થયેલી ત્રણ મોટર સાયકલની ચોરીનો ભેદ ઉકેલી નાખ્યો હતો અને સામાકાંઠા વિસ્તારમાં ત્રણ બાઈકની ચોરી કરનાર તસ્કરને ત્રણ ચોરાઉ બાઈક સાથે ઝડપી લઈ ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે. મોરબી બી ડિવિઝન પીઆઇ પી.એ.દેકાવાડીયાએ પોલીસ સ્ટાફને ચોરી, લુંટના ગુન્હાઓ શોધી કાઢવા જરૂરી સુચના આપતા જેને અનુસંધાને મોરબી સીટી બી ડીવીજનના સર્વેલન્સ સ્ટાફના અ.હે.કો. બી.આર.ખટાણા, અ.પો.કો. પ્રદીપસિંહ ઝાલા, કલ્પેશભાઇ અમરશીભાઇ, રમેશભાઇ રાયધનભાઇ, ચંદ્રસિંહ પઢિયાર, શક્તિસિંહ જાડેજા, ધર્મેન્દ્રભાઇ રાંકજાએ જુના ઘુંટુ રોડ ખાતે શંકાસ્પદ ઇસમ તેમજ ચોરીના મોટરસાયકલો બાબતે વાહન ચેકીંગમાં હોય તે દરમ્યાન એક શંકાસ્પદ બાઈક ચાલક આવતા તેને અટકાવી તેની પાસે રહેલા બાઈકના નંબરને પોકેટકોપમા સર્ચ કરી વાહન માલીકનો સંપર્ક કરતા પોતાનુ બાઈક ચોરી થયેલ હોવાનુ અને આ બાબતે મોરબી સીટી બી ડીવીજનમા ફરીયાદ લખાવેલ હોવાનુ ખુલ્યું હતું. આથી આરોપી ગજુંભાઈ જાલમભાઈ દેવરાની પૂછપરછ કરતા તેણે અન્ય બે બાઇકની પણ ચોરી કરી છુપાવી રાખેલ હોવાની કબુલાત આપતા પોલીસે આરોપીને ઝડપી ત્રણેય બાઈકને કબ્જે કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.