બે દિવસથી ફરી ઠંડીનો ચમકારો થતા જનજીવન ઠુઠવાયું મોરબી : મોરબીમાં શિયાળાની ઋતુએ જોર પકડ્યું છે ત્યારે આજે મોરબીમાં વ્હેલી સવારે ગાઢ ઝાકળ ભર્યું વાતાવરણ જોવા મળ્યું હતું અને લોકો ગુલાબી ઠંડીની મજા માણવા સાથે ગરમ વસ્ત્રોમાં કેદ જોવા મળ્યા હતા. મોરબીમાં થોડા દિવસ ઠંડીમાં રાહત બાદ છેલ્લા બે દિવસથી ફરી ઠંડીનું મોજું ફરી વળ્યું છે. છેલ્લા ત્રણેક દિવસથી પડી રહેલી હાડ થિજવતી કડકડતી કાતિલ ઠંડી વચ્ચે આજે સવારે મોરબીમાં ગાઢ ધૂમમ્સભર્યું વાતાવરણ છવાયું હતું. ઠંડી ઉડાડવા માટે તાપણાનો સહારો લેવો પડ્યો હતો આ દરમિયાન આજે વહેલી સવારે ગાઢ ધુમ્મસ છવાઈ હતી. આથી સવારે કામથી નીકળેલા લોકોને ગાઢ ધૂમમ્સમાં થોડે દુર પણ ન દેખાતા વાહનવ્યવહાર પર અસર જોવા મળી હતી.