કુંતાસી ગામના ભાડજા પરિવાર દ્વારા સફળ આયોજન : તેજસ્વી તારલાઓનું સન્માન કરાયું મોરબી : સમગ્ર ગુજરાતમાં વસવાટ કરતા સમસ્ત ભાડજા પરિવારનો તૃતિય સ્નેહમિલન સમારોહ મોરબીના આંગણે કુંતાસી ગામના ભાડજા પરિવારના અધ્યક્ષ સ્થાને યોજાયો હતો. સ્નેહમિલન સમારોહમાં સામાજિક સંગઠનને વધુ સુદ્રઢ બનાવવાની સાથે તેજસ્વી તારલાઓનું વિશિષ્ઠ સન્માન પણ કરવામાં આવ્યું હતું. મોરબીના શનાળા સ્થિત પટેલ સમાજવાડી ખાતે 15 જાન્યુઆરીને રવિવારના રોજ સમગ્ર ગુજરાતમાં વસવાટ કરતા સમસ્ત ભાડજા પરિવારનો તૃતિય સ્નેહમિલન સમારોહ યોજાયો હતો. નકલંકધામ બગથળાના મહંત પૂજ્ય દામજી ભગતની પ્રેરક ઉપસ્થિતિમાં યોજાયેલ આ સ્નેહમિલન સમારોહમાં તેજસ્વી તારલાઓ તેમજ ગુજરાત સરકારની વિવિધ સ્પર્ધાત્મક પરિક્ષામાં ઉત્તીર્ણ થયેલ યુવાનનો વિશિષ્ઠ સિદ્ધિ મેળવનાર છાત્રોનું સન્માન કરવામાં આવ્યું હતું. કુંતાસી ગામના ભાડજા પરિવારના અધ્યક્ષ સ્થાને યોજાયેલ આ સન્માન સમારોહમાં સમાજના સંગઠનને વધુ મજબૂત બનાવી શિક્ષણનો વ્યાપ વધારવા સમસ્ત ભાડજા પરિવાર દ્વારા નક્કી કરાયું હતું.