બન્ને પક્ષે મળી છ વ્યક્તિને ઇજા, ઘરમાં તથા વાહનમાં તોડ ફોડ મોરબી : મોરબીના સામાકાંઠે વેજીટેબલ રોડ ઉપર ભીમસર તરફ જવાના રસ્તે ગઈકાલે બે પરિવાર વચ્ચે એકબીજાની વાતો કરવા જેવી નજીવી બાબતે ઝઘડો થતા બન્ને પક્ષે ત્રણ-ત્રણ વ્યક્તિઓને ઈજાઓ પહોંચતા સામસામી ફરિયાદ નોંધાઈ છે. મોરબીના વેજીટેબલ રોડ ઉપર ભીમસર તરફ જવાના રસ્તા નજીક રહેતા હાજીભાઇ સીદીકભાઇ ખોળ નામના આધેડને વલીમામદ હબીબભાઇ જામ, સલીમભાઇ હબીભાઇ જામ અને હનીફભાઇ હબીબભાઇ જામ ,રહે. બધા ઉમા ટાઉનશીપ સામે વેજીટેબલ રોડ વાળાઓએ માર મારતા વચ્ચે છોડાવવા પડેલા તેમના પત્ની હાજરાબેન અને સાસુ હવાબેનને આરોપીઓએ માર મારતા સીટી બી ડિવિઝન પોલીસ મથકમાં હાજરાબેન હાજીભાઇ ખોળે ફરિયાદ નોંધાવતા પોલીસે ગુન્હો નોંધી તપાસ શરૂ કરી છે. સામાપક્ષે હનીફભાઇ હબીબભાઇ જામે આરોપી હાજીભાઇ સીદીકભાઇ ખોળ, હાજરાબેન હાજીભાઇ ખોળ, અસલમભાઇ હાજીભાઇ ખોળ, શાહરૂખભાઇ હજીભાઇ ખોળ,અલ્તાફ હાજીભાઇ ખોળ, હાજીભાઇનો સાળો રફીકભાઇ, અનીશભાઇ હુશેનભાઇ સંધી, રીયાજભાઇ ગુલામભાઇ જેડા, સાહીલભાઇ અસગરભાઇ જેડા તથા બીજા બે અજાણ્યા માણસો વિરુદ્ધ ગેરકાયદે મંડળી રચી ફરિયાદી હનીફભાઇ, સાહેદ સલીમભાઇ અને વલીમામદભાઈને ઈજાઓ પહોંચાડવા અંગે ફરિયાદ નોંધાવતા પોલીસે સામસામી ફરિયાદ નોંધી તપાસ શરૂ કરી છે.