મોરબી : મોરબીમા મકરસંક્રાંતિએ પણ પોલીસ દ્વારા ચાઈનીઝ દોરીના વેચાણ મામલે ધોસ ચાલુ રાખી હતી અને પંચાસર રોડ ઉપરથી પ્રતિબંધિત ચાઈનીઝ દોરીની 25 ફીરકી સાથે બે ઇસમને પકડી પાડયા હતા. મોરબી સીટી એ ડિવિઝન પોલીસ ટીમે ગઈકાલે પંચાસર રોડ ઉપર ગીતા ઓઇલ મિલ નજીકથી આરોપી સુનિલ વિજયકુમાર દરજી અને કુંતલ રમેશભાઈ પારેખ નામના શખ્સને 25 પ્રતિબંધિત ચાઈનીઝ દોરીની ફીરકી કિંમત રૂપિયા 5000 સાથે ઝડપી લઈ જાહેરનામા ભંગ સબબ કાર્યવાહી કરી હતી.