એક્યુરા ડાયગ્નોસ્ટિક સેન્ટર, આયુષ મલ્ટીસ્પેશિયાલિટી હોસ્પિટલ અને ક્રિષ્ના મલ્ટીસ્પેશિયાલિટી હોસ્પિટલમાં ઓપીડી યોજાશે : કોઈ પણ જાતના વા ના રોગો જેમકે સંધિ વા, ગઠિયો વા, કમરનો વા તેમજ વાની વિવિધ બીમારીઓ, ડેન્ગ્યુ, કોરોના, ચિકનગુનિયા જેવા ચેપી રોગો બાદ થતી સાંધાની તકલીફ તેમજ રોગ પ્રતિકારક શક્તિથી થતી બીમારીઓ (ઓટો ઇમ્યુન ડીસીઝ) જેવા તમામ રોગોનું સચોટ નિદાન અને સારવાર મોરબી ( પ્રમોશનલ આર્ટિકલ) : મોરબીમાં હવે દર શુક્રવારે રૂમેટોલોજીસ્ટ ડો. ફાલ્ગુન ધોરીયાણી (પટેલ)ની સેવા મળશે. તેઓ એક્યુરા ડાયગ્નોસ્ટિક સેન્ટર, આયુષ મલ્ટીસ્પેશિયાલીટી હોસ્પિટલ અને ક્રિષ્ના મલ્ટીસ્પેશિયાલિટી હોસ્પિટલમાં ઓપીડી યોજશે. તો હવે નિષ્ણાંત તબીબની સેવા મેળવવા મોરબીવાસીઓએ બહાર નહિ જવું પડે. ડો. ફાલ્ગુન કે. ધોરીયાણી (પટેલ)M.D., P.D.F. રૂમેટોલોજીના નિષ્ણાંત છે. જેમણે વિશ્વ વિખ્યાત ક્રિશ્ચન મેડિકલ કોલેજ (C.M.C.) વેલ્લોરમાંથી રૂમેટોલોજીનો અભ્યાસ કરેલ છે. તેમનું મૂળ વતન મોરબી છે. તેઓ નિરામય હોસ્પિટલ મોરબીમાં ત્રણ વર્ષ ફિઝિશિયન તરીકે સેવા આપી ચુક્યા છે. તેઓ અભ્યાસ પૂર્ણ કર્યા બાદ વિઝિટિંગ ડોક્ટર તરીકે મોરબીમાં પરત ફરતા મોરબીના દર્દીઓને હવે દૂર જવાની જરૂર નહિ પડે. તેઓ વિવિધ પ્રકારના વા, સાંધાના દુઃખાવા, સવારના સમયમાં સાંધા જકડાઇ જવા, યુવાન અવસ્થામાં ડોક અને કમરનો દુઃખાવો, કમર જકડાઇ જવી,ચિકનગુનિયા, ડેન્ગ્યુ, કોરોના જેવા ચેપી રોગો પછીના સાંધાનો દુઃખાવો, લાંબા સમયથી તાવ આવવો અને થાક લાગવો, ચહેરા પર લાલાશ આવવી, મોંમાં ચાંદા પડવા, આંખો અને મોં સુકાવું, આંગળીના ટેરવા ભુરા રંગના થવા, ચામડી પર ચાંદા પડવા સહિતના રોગોની સચોટ સારવાર માટે જાણીતા છે. આ ઉપરાંત તેઓ વિવિધ રૂમેટોલોજીકલ બીમારીઓ જેવી કે સોરીયાટીક આર્થરાઇટીસ, ગાઉટ, રૂમેટોઇડ આર્થરાઇટીસ (સંધિવા), એકલોસીંગ સ્પોંડીલો આર્થરાઇટીસ, સારકોઇડોસીસ, વાસ્કયુલાઇટીસ, SLE/લ્યુપસ, માયોસાઇટીસ, સ્કલેરોડર્માની સારવારનો બહોળો અનુભવ ધરાવે છે. તેઓ અઠવાડીયાના દર શુક્રવારે મોરબીમાં ત્રણ સ્થળોએ ઓપીડી યોજવાના છે. જેમાં સવારે 9થી 11 એક્યુરા ડાયગ્નોસ્ટિક સેન્ટર ખાતે, સવારે 11થી 1 આયુષ મલ્ટીસ્પેશિયાલિટી હોસ્પિટલ ખાતે અને બપોરે 1થી 3 ક્રિષ્ના મલ્ટીસ્પેશિયાલીટી હોસ્પિટલ ખાતે ઓપીડી યોજવાના છે. કેશ લખવા માટે મો.નં. 92655 41771 ઈમેઈલ: rheumacare.rajkot@gmail.com