મોરબીના ઉંચી માંડલ બસ સ્ટેન્ડ નજીક બનેલો બનાવ મોરબી : મોરબીના ઉંચી માંડલ બસ સ્ટેન્ડ નજીક ભેંસના પાડાના પૈસાની ઉઘરાણી કરનાર યુવાનને બે શખ્સોએ માર મારતા પોલીસ ફરિયાદ નોંધાઇ છે. બનાવ અંગે જાણવા મળતી વિગતો મુજબ મોરબીના જુના મહેન્દ્રનગરમાં રહેતા મહિપાલ અજિતભાઈ મૂંધવા નામના યુવાને ત્રણેક મહિના પહેલા ઉંચી માંડલ ગામના ગોપાલ ભુપતભાઇ મૂંધવાને ભેંસના ત્રણ પાડા સાત હજારના વેચ્યા હતા. જે પૈસાની ઉઘરાણી કરતા ગોપાલને સારું ન લાગતા ગાળો બોલી બેફામ માર માર્યો હતો અને ગોપાલના મિત્રએ લોખંડના પાઇપ વડે મહિપાલને માર મારતા તાલુકા પોલીસ મથકમાં ગુન્હો નોંધાયો છે.