વાંકાનેર : વાંકાનેરના વર્ષો જુના પૌરાણિક, ઐતિહાસિક ફળેશ્વર મહાદેવ મંદિર દ્વારા ગૌશાળાની ગૌ સેવાના લાભાર્થે ઉત્તરાયણ નિમિત્તે વિવિધ જગ્યાએ દાન માટે મંડપ ઉભા કરવામાં આવ્યા છે. આવતીકાલે 14 જાન્યુઆરીના રોજ ઉત્તરાયણનો પર્વ હોય. આ દિવસે દાનનું વિશેષ મહત્વ હોય છે ત્યારે ગૌસેવાના લાભાર્થે વાંકાનેર શહેરમાં 1) ફળેશ્વર મહાદેવ મંદિર, જડેશ્વર રોડ, હોસ્પિટલ સામે, વાંકાનેર 2) આરોગ્ય નગર ચોક 3) માર્કેટ ચોક 4) જીનપરા ચોક 5) બાપુના બાવલા પાસે 6) શિવ મંડપ ભાટીયા સોસાયટી 7) વીશીપરા 8) નવાપરા (દેવુભાઈની દુકાન પાસે) 9) ધર્મનગર સોસાયટી, સ્કૂલ પાસે દાન સ્વીકારવા માટેના મંડપ ઉભા કરાયા છે. આ તમામ જગ્યાએ લોકો ઉદાર હાથે ગૌસેવા માટે દાન આપે તે માટે અપીલ કરાઈ છે. મંડપ ઉપર કેશલેસ દાન આપી શકે તે માટેની પણ સુવિધા ઉપલબ્ધ છે.