મોરબી : મોરબીમાં સમાચાર અને માહિતી આપવાની સાથે - સાથે સામાજિક ઉત્તરદાયિત્વ નિભાવવામાં અગ્રેસર મોરબી અપડેટ હંમેશા જનતાને ઉપયોગી થયું છે. ગઈકાલે પાંચ તોલા સોનાનું ખોવાયેલું બ્રેસલેટ મૂળ માલિક સુધી પહોંચાડવામાં મોરબી અપટેડ નિમિત્ત બન્યું છે. વાત જાણે એમ બની હતી કે,મોરબીના ચિરાગ કાન્તિલાલ ઉધરેજા નામના વ્યક્તિનું પાંચ તોલા સોનાનું બ્રેસલેટ ખોવાઈ ગયું હતું. આ અંગેના સમાચાર મોરબી અપડેટમાં પ્રસારિત કરવામાં આવ્યા હતા. જોગાનુજોગ આ બ્રેસલેટ વહેલી સવારે પ્રભાત ફેરીમાં જઈ રહેલા ચેતનભાઈ કુંડારીયાના માતાને અવની ચોકડી પાસે મળ્યું હતું. અને તેઓએ ગઈકાલે રાત્રે જ મોરબી અપડેટમાં બ્રેસલેટ ખોવાયાના સમાચાર વાંચ્યા હતા અને સમાચાર વાંચીને તેઓએ ચિરાગભાઈ ઉધરેજાનો સંપર્ક કરીને બ્રેસલેટ પરત કર્યું હતું. બ્રેસલેટ મળી જતાં ચિરાગભાઈ ઉધરેજાએ મોરબી અપટેડ અને બ્રેસલેટ પરત આપનારનો આભાર વ્યક્ત કર્યો હતો.