મોરબી : મોરબીના કર્તવ્ય જીવદયા કેન્દ્ર દ્વારા ઉત્તરાયણ પર્વ નિમિત્તે પક્ષી બચાવો અભિયાન માટે 10 જગ્યાએ કલેકશન સેન્ટર ઉભા કરવામાં આવ્યા છે. આ કલેક્શન સેન્ટર પર કોઈપણ વ્યક્તિ સેવા આપવા જઈ શકે છે અને ઘાયલ પક્ષીઓની બચાવવાનું પુણ્ય કમાઈ શકે છે. કર્તવ્ય જીવદયા કેન્દ્ર દ્વારા જણાવ્યા પ્રમાણે મોરબીના 1. રવાપર ચોકડી 2. અવની ચોકડી 3. સુપર માર્કેટ સામે 4. શક્તિમાં મંદિર સામે, શનાળા ગામ 5. સમજુબા સ્કૂલ પાસે, વાવડી ગામ 6. શિવધારા કોમ્પલેક્ષ, પંચાસર રોડ 7. નેહરુ ગેટ ચોક 8. મહારાણા પ્રતાપ સર્કલ, મોરબી- 2 9. ફ્લોરા 158, રવાપર ગામ ખાતે પક્ષી કલેક્શન સેન્ટર બનાવાયા છે. જ્યારે પટેલ મેડિકલ સામે, બાપા સીતારામ ચોક પાસે ,રવાપર રોડ ખાતે પક્ષી સારવાર કેન્દ્ર બનાવાયું છે. આ કોઈપણ જગ્યા પર લોકો 14 જાન્યુઆરીએ સેવા આપવા જઈ શકે છે. પક્ષી સારવાર કેન્દ્ર 13 જાન્યુઆરીથી 15 જાન્યુઆરી સુધી કાર્યરત રહેશે. વધુ માહિતી માટે મો.નં. 7574885747 પર સંપર્ક કરવા જણાવાયું છે.