એલસીબી ટીમે કચ્છના શખ્સના કબ્જામાંથી 73 હજારની કિંમતના ચાર બાઈક કબ્જે કર્યા મોરબી : મોરબી એલસીબી ટીમે ત્રાજપર ચોકડી નજીકથી બાતમીને આધારે ચોરાઉ બાઈક સાથે ભચાઉ કચ્છના શખ્સને ઝડપી લઈ પૂછપરછ કરતા મોરબીમાંથી ત્રણ સહિત કુલ ચાર બાઈકની ચોરી કરી હોવાની કબૂલાત આપી હતી. પ્રાપ્ત વિગતો મુજબ મોરબી એલસીબી ટીમને ત્રાજપર ચોકડી નજીક એક શખ્સ ચોરાઉ બાઈક સાથે નિકળનાર હોવાની બાતમી મળતા વોચ ગોઠવવામાં આવી હતી જે દરમિયાન બજાજ ડિસ્કવર બાઈક સાથે નીકળેલા કચ્છ ભચાઉના નવઘણ અમરશીભાઈ પરમારને અટકાવી પૂછપરછ કરતા બાઈકના કાગળો ન હોવાનું જણાવ્યું હતું. બાદમાં પોલીસની પૂછતાછમા પોતે બાઈક ચોર્યું હોવાની કબૂલાત આપી અન્ય ત્રણ બાઈક ચોર્યાનું પણ કબુલ્યું હતું. વધુમાં એલસીબી ટીમે ત્રણ હોન્ડા સ્પ્લેનડર અને એક ડિસ્કવર બાઈક મળી કુલ 73 હજારની કિંમતના બાઈક મોરબી ઈન્દિરાનગરમાંથી કબ્જે કરી મોરબી સીટી બી ડિવિઝન પોલીસ સ્ટેશનના બે અને એ ડિવિઝન પોલીસ મથકનો વાહન ચોરીનો એક ભેદ ઉકેલી નાખ્યો હતો.