પૂર્વ ધારાસભ્ય પરસોત્તમ સાબરીયા સહિતના અગ્રણીઓએ અસરગ્રસ્તોની મુલાકાત લઈ રાજ્યના પશુપાલન મંત્રીને ટેલિફોનિક વાત કરી તાકીદે માલધારીઓને સહાય ચૂકવવાની માંગ કરી હળવદ : હળવદના ચૂપણી ગામ અને મૂળી તાલુકાના રામપર ગામની ભેગી થતી સીમ વચ્ચે વીજ તાર માથે પડવાથી ૧૫ ભેંસ અને ૫ ગાયો મળીને ૨૦ પશુઓના મોત થતા આ માલધારીઓ આફતમાં મુકાય ગયા હતા.પૂર્વ ધારાસભ્ય પરસોત્તમ સાબરીયા સહિતના અગ્રણીઓએ અસરગ્રસ્તોની મુલાકાત લઈ રાજ્યના પશુપાલન મંત્રીને ટેલિફોનિક વાત કરી તાકીદે માલધારીઓને સહાય ચૂકવવાની માંગ કરી હતી. હળવદ તાલુકાના ચુપણી ગામે વીજ વાયર પડતા ૨૦ ગાય-ભેંસના મોત થયા હતા. આથી આ પશુઓથી જીવન નિર્વાહ કરતા માલધારીઓ મુશ્કેલીમાં મુકાય ગયા હતા. તેથી માલધારી પરિવારની પૂર્વ ધારાસભ્ય પરસોત્તમભાઈ સાબરીયાએ મુલાકાત લીધી હતી. તેમની સાથે જિલ્લા પંચાયત સદસ્ય મેરાભાઈ વિઠ્ઠલાપરા,ધર્મેન્દ્ર સિંહ ઝાલા, હેમંતભાઈ વિઠ્ઠલાપરા સાથે હાજર રહ્યા હતા અને આ માલધારી પરિવારને આશ્વાસન આપ્યું તેમજ સરકાર તરફથી સહાય મળી રહે તે માટે વિભાગને જરૂરી સૂચના આપવામાં આવી હતી અને સરકારથી ઝડપથી આ પશુપાલકોને સહાય મળે તે માટે સરકારમાં રજુઆત કરી તેમજ પૂર્વ ધારાસભ્ય પરસોત્તમભાઈ સાબરીયાએ રાજ્યના પશુપાલન મંત્રી કુંવરજીભાઈ બાવળીયાને ટેલિફોનિક વાત કરી તાકીદે માલધારીઓને સહાય ચૂકવવાની માંગ કરી હતી.