મોરબી : મોરબી તાલુકાના બેલા ગામ નજીક આવેલ મુરાનો સીરામીક ફેકટરીના લેબર કવાટર્સમાં રહેતી અનિતાબેન પિતમભાઈ ભિલાલા ઉ.13 નામની સગીરાએ અગમ્ય કારણોસર ગળેફાંસો ખાઈ લેતા મૃત્યુ નીપજ્યું હતું. બનાવ અંગે મોરબી તાલુકા પોલીસે અકસ્માતે મૃત્યુ અંગે નોંધ કરી બનાવનું કારણ જાણવા તપાસ શરૂ કરી છે.