મોરબી : મોરબી તાલુકાના સાપર ગામની સીમમાં સીરામીક ફેકટરીના લેબર ક્વાર્ટરમાં રહેતી પરિણીતાએ આઠ માસના લગ્ન જીવનમાં જ જિંદગીથી કંટાળી ઝેરી દવા પી લેતા મૃત્યુ નીપજ્યું હતું. બનાવ અંગે જાણવા મળતી વિગતો મુજબ મોરબી તાલુકાના સાપર ગામની સીમમાં પાવડીયારી નજીક આવેલ ગ્રીન્ટોન સીરામીક ફેકટરીના લેબર કવાટર્સમાં રહેતા પૂજાબેન રવિભાઈ મંડી ઉ.26 નામના પરિણીત મહિલાએ અગમ્ય કારણોસર લેબર કવાટર્સમાં ઝેરી દવા પી લેતા મૃત્યુ નીપજ્યું હતું. બનાવ અંગે પોલીસે અકસ્માતે મૃત્યુ અંગે નોંધ કરી તપાસ શરૂ કરી છે, પોલીસની પ્રાથમિક તપાસમાં મૃતક મહિલાના આઠ માસ પૂર્વે જ લગ્ન થયા હોવાનું બહાર આવ્યું છે.