મોરબી : મોરબી તાલુકાના રવાપર (નદી) ગામના આર્મી ઓફિસર 28 વર્ષની રાષ્ટ્રપ્રત્યેની સેવા બાદ નિવૃત થતા માદરે વતન ખાતે મહાનુભાવોની હાજરીમાં અદકેરું સન્માન કરવામાં આવ્યું હતું. મોરબી તાલુકાના રવાપર (નદી) ગામના વતની સહદેવસિંહ પ્રતાપસિંહ ઝાલા 1994મા આર્મીમાં જોડાયા બાદ 2015મા જુનિયર કમિશન ઓફિસર અને વર્ષ 2022મા સુબેદાર તરીકે સેનામાં માનભર્યું સ્થાન મેળવી સેવા નિવૃત થતા માદરે વતન રવાપર નદી ગામે તાજેતરમાં સરપંચ બલભદ્રસિંહ એમ.ઝાલાના અધ્યક્ષસ્થાને સન્માન સમારોહ યોજાયો હતો જેમા અતિથિ વિશેષ તરીકે અખિલ ગુજરાત રાજપૂત યુવા સંઘના મેનેજીંગ ડાયરેકટર ડો.જ્યેન્દ્રસિંહ જાડેજા, રાજપૂત સમાજના પ્રમુખ દશરથસિંહ ઝાલા, ગુજરાત પ્રદેશ કરણી સેના પ્રમુખ વી.એસ.જાડેજા, માજી સૈનિક જામનગર પ્રમુખ ભરતસિંહ જાડેજા, અમદાવાદ સૈનિક મંડળ પ્રમુખ અશોકસિંહ જાડેજા, ઓનરરી કેપ્ટન એચ.કે.જાડેજા, આર્મી ઓફિસર હરદેવસિંહ જાડેજા, દિલુભા ઝાલા રંગપર અને રાજપૂત સમાજના અગ્રણી નિરુભા ઝાલા ઉપસ્થિત રહ્યા હતા. આ તકે, મોરબીના નામાંકિત તબીબ ડો.મિલનકુમાર ઉઘરેજા, ડો.હાર્દિક જેસવાની, અનસ્ટોપેબલ વુમન વોરિયર ગ્રુપના હેતલબેન, યુવા આર્મી ગ્રુપના પિયુષ બોપલીયા સહિતના આગેવાનો ઉપરાંત વિદ્યાર્થીઓ મોટી સંખ્યમાં હાજર રહ્યા હતા. આ પ્રસંગે સેવા નિવૃત આર્મી ઓફિસર સહદેવસિંહ ઝાલાએ સૌનો આભાર વ્યક્ત કર્યો હતો તેઓને મોબાઈલ નંબર 8875711843 ઉપર પણ સતત શુભકામનાઓ મળી રહી છે.'