મોરબી : મોરબી અને વાંકાનેર શહેરમાથી તસ્કરો બે અલગ અલગ કિસ્સામાં બાઇકની ચોરી કરતા પોલીસ ફરિયાદ નોંધાઇ છે. મોરબી શહેરના રવાપર ઘુનડા રોડ ઉપર ગોરસ ડેરી ફાર્મ સામેથી હાર્દિકભાઈ જયસુખભાઈ લાડાણીનું રૂપિયા 60 હજારની કિંમતનું બજાજ પલ્સર તેમજ વાંકાનેરમાં ગુલશનપાર્ક મેઈન રોડ ઉપરથી અયુબભાઈ અમીભાઈ ચૌધરીનું રૂપિયા 20 હજારની કિંમતનું હોન્ડા અજાણ્યા તસ્કરો હંકારી જતા બન્ને કિસ્સામાં પોલીસ ફરિયાદ નોંધાઇ છે.