મોરબી : મોરબી જિલ્લામાં સંસ્કૃત ભારતી દ્વારા ગૌરવ પરીક્ષા યોજાઈ હતી. જેમા સમગ્ર ગુજરાતમાં 41868 પરીક્ષાર્થીઓએ પરીક્ષા આપી હતી. સંસ્કૃત ભારતી દ્વારા આયોજિત પરીક્ષામાં ગુજરાત પ્રાંતમાં 22868 અને સૌરાષ્ટ્ર પ્રાંતમાં 19604 પરીક્ષાર્થીઓ પરીક્ષા આપી હતી. જેમાંથી મોરબી જનપદમાં 3971 (18 કેન્દ્રો પર મોરબી, હળવદ, ટંકારા, વાંકાનેર સ્થાનો પર) પરીક્ષાર્થીઓએ પરીક્ષા આપી હતી. મોરબી જિલ્લા સંયોજક કિશોરભાઈ શુકલ, સહ સંયોજક મયુરભાઈ શુકલ અને ગૌરવ પરીક્ષા સંયોજક જયદીપભાઈ ઠાકરે સમગ્ર આયોજન સંભાળ્યું હતું.