પોતાના પિતાજીની માલિકીની જમીન વેંચતા કૌટુંબિક ભાઈઓએ ઝઘડો કર્યો ટંકારા : ટંકારાના જુના હડમતીયા રોડ ઉપર પોતાના પિતાજીની માલિકીની જમીન વેચાણ કરનાર યુવાનને કૌટુંબિક ભાઈઓએ જાનથી મારી નાખવા ધમકી આપી લાકડી વડે માર મારતા પોલીસ ફરિયાદ નોંધાઇ છે. બનાવ અંગે જાણવા મળતી વિગતો મુજબ ટંકારાની ત્રણ હાટડી શેરીમાં રહેતા મહેન્દ્રભાઇ ભગવાનજીભાઈ દુબરીયાએ પોતાના પિતાજીના નામે આવેલી જમીનનું વેચાણ કર્યા બાદ આ જમીનની માપણી કરવાતા તેમના જ કૌટુંબિક ભાઈઓ એવા શશિકાન્તભાઈ રામજીભાઈ દુબરીયા, હિતેશ રામજીભાઈ દુબરીયા અને વાસુદેવભાઈ અશોકભાઈ દુબરીયાએ આ જમીનમાં હવે આવતો નહિ કહી લાકડી વડે માર મારી માથું ફોડી નાખી, જાનથી મારી નાખવા ધમકી આપતા ત્રણેય આરોપીઓ વિરુદ્ધ મહેન્દ્રભાઇએ ટંકારા પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવતા પોલીસે આઇપીસી એકટ મુજબ ગુન્હો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી.