મોરબી : લાયન્સ પરિવાર મોરબી દ્વારા ઈ-વેસ્ટ કલેકશન અભિયાન હાથ ધરવામાં આવ્યું છે. લાયન્સ પરિવાર મોરબી દ્વારા મોરબીની જનતાને જણાવવામાં આવ્યું છે કે, મોરબી વિસ્તારમાં જ્યાં ત્યાં ઈ-વેસ્ટ કચરામાં કે ભંગારમાં ફેંકવાથી પર્યાવરણને નુકશાન થાય છે તેથી આવો ઈ-વેસ્ટ અમારા સુધી પહોંચાડો જેથી અમે આ ઈ-વેસ્ટ સરકારના અધિકૃત કંપનીને નિકાલ માટે પહોંચાડીશું. ઈ-વેસ્ટ આપવા માટે પોપ્યુલર મલ્ટી બ્રાન્ડેડ શોપ, પોપ્યુલર હોઉસ સરદાર રોડ, સુધારા શેરી, ફાયર સ્ટેશનની બાજુમાં, મોરબી (હેલ્પલાઇન- 83482 12345) પર સંપર્ક કરવો.