વિજેતા ટીમ ને 33000/- અને રનર્સ અપ ટીમને 21000/- સાથે ટ્રોફી, મેડલ સાથે અનેક પુરસ્કારો અપાયા. મોરબી : મોરબીના લાલપર ગામે રામરાજ ગૌશાળા ના લાભાર્થે ક્રિકેટ ટુર્નામેન્ટનું આયોજન કરવામાં આવે છે.જેમાં તા.6 જાન્યુઆરીના રોજ લીગનો ફાઇનલ મેચ યોજાઇ હતી જેમા શ્રી રામ ઇલેવન ચેમ્પિયન બની હતી. ગૌશાળાના લાભાર્થે યોજાયેલ લાલપર પ્રીમિયર લીગ ટુર્નામેન્ટમાં કુલ 64 ટીમોએ ભાગ લીધો હતો. જેમાં તા.4 જાન્યુઆરી એ બે સેમિફાઇનલ મેચ રમાયા. જેમાં પહેલો સેમીફાઈનલ આઇ મોગલ ઇલેવન અને દર્શીલ ઇલેવન વચ્ચે જ્યારે બીજો સેમિફાઇનલ શ્રી રામ અને ટોરસ ઇલેવન વચ્ચે રમાયો હતો. જેમાંથી દર્શીલ ઇલેવન અને શ્રી રામ ઇલેવન આ સેમિફાઇનલ મેચ જીતીને ફાઇનલ માં પહોંચી હતી. અંતે તા.6 જાન્યુઆરી ના રોજ આ બંને ટિમો વચ્ચે ફાઇનલ મેચમાં શ્રી રામ ઇલેવન ટિમ ફાઇનલ મેચ જીતીને લીગ પોતાના નામે કરી હતી અને દર્શીલ ઇલેવન ટીમ રનર્સ અપ રહી હતી. વિજેતા ટીમ ને 33000/- અને રનર્સ અપ ટીમને 21000/- પુરસ્કાર ઉપરાંત મેડલ, કપ સહિતના ઇનામ આપવામાં આવ્યા હતા, ચેમ્પિયન ટીમના ખેલાડીઓ ટ્રોફી સાથે ઝુમી ઉઠ્યા હતા. આ સમગ્ર આયોજન લાલપર રામરાજ ગૌશાળાના લાભાર્થે કરવામાં આવે છે તેમજ જે ફાળો કે રકમ એકત્ર થયેલ છે તે તમામ રામરાજ ગૌશાળામાં આપવામાં આવશે તેવું યાદીમાં જણાવાયું છે.