મોરબી : મોરબી સીટી બી ડિવિઝન પોલીસ ટીમે બાતમીના આધારે મહેન્દ્રનગર ચોકડીએથી વિદેશી દારૂની દસ બોટલ સાથે એક શખ્સને ઝડપી લઇ પ્રોહીબિશન એકટ અન્વયે કાર્યવાહી કરી હતી. જાણવા મળતી વિગતો મુજબ મોરબી બી ડિવિઝન પોલીસ ટીમે મહેન્દ્રનગર ચોકડી પાસેથી આરોપી દિવ્યરાજસિંહ રાજેંદ્રસિંહ જાડેજા, રહે-અનંતનગર બ્લોક નં.૨૩ મોરબી-૨ મુળગામ-હજામચોરા તા.ધ્રોલ જી.જામનગર વાળાનેમેકડોવેલ્સ નંબર વન બ્રાન્ડની વિદેશી દારૂની 10 બોટલ કિંમત રૂપિયા 3750 સાથે ઝડપી લઇ પ્રોહીબિશન એકટ અન્વયે કાર્યવાહી કરી હતી.