મોરબી : મોરબીના ભરતનગર નજીકથી તાલુકા પોલીસ ટીમે બાતમીને આધારે મોરબીના યુવાનને બ્લેન્ડર્સ પ્રાઇડ બ્રાન્ડની વિદેશી દારૂની 24 બોટલ સાથે ઝડપી લઈ પ્રોહીબિશન એકટ મુજબ કાર્યવાહી કરી હતી. પ્રાપ્ત વિગતો મુજબ મોરબી તાલુકા પોલીસ ટીમે પેટ્રોલિંગ દરમિયાન ભરતનગર ગામની સીમમાં ભારત પેટ્રોલપંપ નજીકથી મોરબીની પ્રભુકૃપા ટાઉનશીપમાં સતનામ ટાવરમા રહેતા મિતુલ નવનીતભાઈ પટેલ નામના યુવાનને બ્લેન્ડર્સ પ્રાઇડ બ્રાન્ડ દારૂની 24 બોટલ કિંમત રૂપિયા 20,400 સાથે ઝડપી લઈ પ્રોહીબિશન એકટ મુજબ ગુન્હો નોંધ્યો હતો.