ફેશનવેરથી લઈને ફૂડ અને હોમ ડેકોર સુધીની તમામ આઇટમોના 60થી વધુ સ્ટોલ હશે : માત્ર બે જ દિવસનું એક્ઝિબિશન, મુલાકાત અચૂકપણે લેવા જેવી મોરબી : મોરબી અપડેટ આયોજિત મોરપીંછ એક્ઝિબિશનનો કાલે શનિવારથી શુભારંભ થશે. જેમાં આ આર્ટિકલ બતાવનાર મહિલાઓને ફ્રીમાં બ્યુટી ટ્રીટમેન્ટ મળશે. આ એક્ઝિબિશનમાં અવનવી વસ્તુઓના 60 જેટલા સ્ટોલ હશે. તો એક્ઝિબિશનની જરૂર મુલાકાત લેજો. દર વર્ષે અવનવા કાર્યક્રમો આપીને સામાજિક ઉત્તરદાયિત્વ નિભાવતું મોરબીવાસીઓનું પોતાનું માધ્યમ મોરબી અપડેટ છેલ્લા થોડા સમયથી સેવાકીય પ્રવૃત્તિના ભાગરૂપે મોરપીંછ એક્ઝિબિશનનું પણ આયોજન કરે છે. સ્થાનિક રોજગાર અને ધંધાઓને વેગ મળે તેમજ લોકોને એક જ સ્થળેથી શ્રેષ્ઠ કિંમતે વસ્તુઓની ખરીદીનો અવસર મળે તેવા ઉદ્દેશ સાથે ફરી એકવાર રવાપર ચોકડી ખાતે આવેલ સ્વાગત હોલમાં આગામી તા.7 અને 8 જાન્યુઆરીના રોજ મોરપીંછ ફેશન એન્ડ લાઇફસ્ટાઇલ એક્ઝિબિશનનું આયોજન કરવામાં આવ્યું છે. આ એક્ઝિબિશનમાં ઇમિટેશન, લેડીઝ વેર, નાઇટવેર, સાડી, ડ્રેસ મટીરીયલ, ચિલ્ડ્રનવેર, જવેલરી, સ્ટેશનરી, પેઇન્ટિંગ પોસ્ટર, એથિક વેર, કોસ્મેટિક, હોઝિયરી, ઓછાળ, ઇમિટેશન ડાયમંડ જવેલરી, પર્સ , ફૂડ, રમકડાં, બટરફ્લાય, આયુર્વેદિક ક્રીમ, વુડન વર્ક સહિતની વસ્તુઓના 60 થી વધુ સ્ટોલ હશે. વધુમાં એક્ઝિબિશનની મુલાકાત લેનાર જો મોરબી અપડેટનો આ આર્ટિકલ બતાવશે તો તેને હેર સ્પા, હેર કટ, ફેશિયલ અથવા સાઇનરમાંથી કોઈ એક બ્યુટી ટ્રીટમેન્ટ ફ્રીમાં મળશે. આ ઉપરાંત અહીં મેક ઓવર, બ્રાઇડલ મેક ઓવર, સ્કીનકેર સહિતની ટ્રીટમેન્ટના ડેમો પણ બતાવવામાં આવશે. અહીં વિશાળ જગ્યા ઉપરાંત વિશાળ પાર્કિંગ વ્યવસ્થા, સિક્યોરિટી સહિતની અનેક સવલતો હશે. જેથી અહીં આવનાર બહેનોને કોઈ તકલીફ ન પડે. અહીં બહેનો માટે એન્ટ્રી નિઃશુલ્ક છે. વધુ વિગત માટે મિત્તલ પ્રજાપતિ મો.નં. 99093 82382 અથવા વિપુલ પ્રજાપતિ મો.નં. 99130 53249નો સંપર્ક કરવા જણાવાયું છે.