ઓમનગર ગ્રામ પંચાયતે આ બન્ને બસ ફરીથી ચાલુ કરવા ડેપો મેનેજરને રજુઆત કરી મોરબી : મોરબી-ઉટબેટ અને સુરેન્દ્રનગર-ભીમકટા એસ ટી બસ બંધ કરાતા લોકો અને વિધાર્થીઓ મુશ્કેલીમાં મુકાયા ગયા છે. ઓમનગર ગ્રામ પંચાયતે આ બન્ને બસ ફરીથી ચાલુ કરવા મોરબી એસટી ડેપો મેનેજરને રજુઆત કરી છે. મોરબીની ઓમનગર ગ્રામ પંચાયતે મોરબી એસટી ડેપો મેનેજરને રજુઆત કરી છે કે, વહેલી સવારે 5 વાગ્યે ઉપડતી મોરબી-ઉટબેટ બસ 35 વર્ષથી વાયા આમરણ, ખારચિયા, રામનગર, હજનાળી, વીરપરડા, મોડપર થઈને ચાલતી હતી. તે બસ બંધ કરીને વાયા જીવાપર કરી છે. સાથેસાથે સુરેન્દ્રનગર-ભીમકટા એસ ટી બસ બંધ કરી દીધી છે. જેથી આ ગામ, ખારચિયા, રામનગરના 20થી 25 વિદ્યાર્થીઓ તથા ધંધાર્થીઓ મોરબી ધંધા અને અભ્યાસ માટે અપડાઉન કરતા હોવાથી ભારે હાલાકી પડે છે. વિદ્યાર્થીઓને મોરબી શાળા કોલેજે જવામાં તકલીફ પડે છે. બપોરે હજનાળી સુધી બસ આવે છે.ત્યાંથી પગપાળા 4 કિમિ જવું પડે છે. બપોરે 1 વાગ્યાની મોરબી ઝીંઝુડા રૂટની બસનો ફેરો સમયસર આવતો ન હોવાથી જૂની ચાલુ બસોમે ફરીથી શરૂ કરવાની માંગ કરી છે.