મોરબી : મોરબીમાં ચેક રીટર્ન કેસમાં આરોપીને એક વર્ષની સાદી કેદની સજા ફટકારી રૂા. ૧૦,૦૦૦ દંડ અને દંડ નો ભરે તો વધારાની ૬ માસની સજા નો અદાલતે હુકમ કર્યો છે. મે. કુમાર કલોથ સ્ટોર્સ ના નામથી ચાલતી ભાગીદારી પેઢીના મેનેજીંગપદથી કનૈયાલાલ છતારામ સુખદેવ, રહે મોરબીવાળા પાસેથી આરોપી ફીરોજ હફીર મોહમદ ખાવડા પ્રોપરાઈટર ઓફ રોયલ માર્કેટીંગ, રહે- ભૂજ-કચ્છવાળાએ ડ્રેસ મટીરીયલ્સના માલની ખરીદી કરેલી હતી. જે રકમ રૂપીયા ૧,૮૮,૦૦૦ ૨કમ વસૂલ આપવા આરોપીએ ચેક આપેલ હતો. જે ચેક પરત ફરતા ફરીયાદીએ આરોપી સામે ચેક રીટર્ન થયા અંગેની એડવોકેટ મારફત ડીમાન્ડ નોટીસ આપેલ પરંતુ ડીમાન્ડ નોટીસ બજી ગયેલ હોવા છતા આરોપીએ આ રકમ નહી ચુકવતા ફરીયાદીએ આરોપી સામે નેગોશીએબલ ઈન્સ્ટ્રુમેન્ટ એકટની કલમ-૧૩૮ હેઠળની ફરીયાદ મોરબીની મહે. એડી.ચીફ જજ.મેજીસ્ટ્રેટ, જે. વી. બુધ્ધાની કોર્ટમાં વર્ષ-૨૦૧૮ ની સાલમા દાખલ થયો હતો. જે કેસ ચાલી જતા ફરીયાદીના એડવોકેટ ખુલ્બુબેન વાય. કોઠારીની ધારદાર દલીલ અને કાયદાની જોગવાઈઓના આધારે તા.૪/૧/૨૦૨૩ ના રોજ એડી.ચીફ જજ. મેજીસ્ટ્રેટ જે. વી. બુધ્ધાએ આરોપી આરોપી ફીરોજ હફીર મોહમદ ખાવડાને તકસીરવાન ઠરાવી એક વર્ષની સાદી કેદની સજા અને રૂા. ૧૦,૦૦૦ નો દંડ અને દંડ ન ભરે તો બીજા છ માસની કેદની સજાનો હુકમ ફરમાવેલ છે. ફરીયાદ પક્ષે એડવોકેટ ખુલ્બુબેન વાય.કોઠારી, જે.જી. શાહ, અકીક જે. શાહ. રોકાયેલ હતા.