ત્રણ વ્યાજખોરોના નામજોગ વૃધ્ધાએ સીટી એ ડિવિઝન પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવતા તપાસનો ધમધમાટ મોરબી : મોરબીમાં વ્યાજખોરોના એક પછી એક કરતૂતો બહાર આવી રહ્યા છે ત્યારે ત્રણ વ્યાજખોરોની પઠાણી ઉઘરાણી અને વ્યાજે નાણાં આપવાના બદલામાં વ્યાજખોરોએ મેળવી લીધેલા ચેકને આધારે ચેક રિટર્નની ફરિયાદ કરવામાં આવતા યુવાન ઘર છોડીને ચાલ્યો જતા વૃદ્ધ માતાએ ત્રણેય વ્યાજખોરો વિરુદ્ધ મોરબી સીટી એ ડિવિઝન પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવતા તપાસનો ધમધમાટ શરૂ થયો છે. મોરબી શહેરમાં કંડલા બાયપાસ ઉપર કામધુનપાર્ટીપ્લોટ પાસે અંજલી એપાર્ટમેન્ટ ફલેટ નંબર 404માં રહેતા મણીબેન ચંદુભાઈ લાલવાણી નામના વૃધ્ધાએ મહેશભાઇ ચેતનદાસ અમલાણી રહે.શકિતપ્લોટ મોરબી, સલીમભાઇ દિમહંમદભાઇ બગથરીયા રહે.મોરબી કાયાજીપ્લોટ અને કમલેશભાઇ વસંતતભાઇ પોપટ, રહે.મોરબી કામધેનુ પાર્ટીપ્લોટ પાસે અંજલી એપાર્ટમેન્ટ વાળા વિરુદ્ધ સીટી એ ડિવિઝન પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવતા જાહેર કર્યું હતું કે તેમના પુત્ર ભાવેશભાઈએ આ ત્રણેય ઈસમો પાસેથી વ્યાજે નાણાં લીધા બાદ ઉચું વ્યાજ ચુકવતા હોવા છતા ત્રણેય આરોપીઓએ વધુ પૈસા પડાવવાના હેતુથી બળજબરી પુર્વક પઠાણી ઉઘરાણી કરી બળજબરીથી ધાકધમકીથી ચેકો મેળવી નોટરી લખાણ કરાવી જાનથી મારી નાખવાની ધમકી આપતા ભાવેશભાઈ ઘર છોડીને ચાલ્યા ગયા છે. વધુમાં ત્રેણય વ્યાજખોરોના ત્રાસથી ઘર છોડીને ચાલ્યા ગયેલા ભાવેશભાઈ ઘેર ચિઠ્ઠી છોડી ત્રણેય ઇસમોના નામ લખીને જતા રહેતા આ મામલે મણીબેન ચંદુભાઇ લાલવાણીએ સીટી એ ડિવિઝન પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવતા પોલીસે ત્રણેય વ્યાજખોરો વિરુદ્ધ આઇપીસી કલમ કલમ-૩૮૪,૫૦૬(૨),૧૧૪ તથા ગુજરાત નાણાની ધીરધાર કરનારઓ બાબતનો અધીનિયમ-૨૦૧૧ ની કલમ-૪૦,૪૨ મુજબ ગુન્હો નોંધી તપાસ શરૂ કરી છે.