વિશિષ્ટ વિડીયો પ્રસ્તુતિઓ ‘એક વિરલ કહાની’ અને ‘સ્ટોરી ઓફ પ્રેયર – ૧૯૯૭ ડેઝર્ટ ’ દ્વારા અખાતી દેશોમાં બ્રહ્મસ્વરૂપ પ્રમુખસ્વામી મહારાજના વિચરણ, મંદિર સંકલ્પ અને નિર્માણની ગાથાને દર્શાવાઈ મોરબી : પ્રમુખ સ્વામી મહારાજનગરમાં આજે BAPS અખાતી દેશ દિનની ઉજવણી કરવામા આવી હતી. જેમાં સાંજે ૫ વાગ્યે ધૂન-પ્રાર્થના સાથે સંધ્યા સભાનો પ્રારંભ થયો. વિશિષ્ટ વિડીયો પ્રસ્તુતિઓ ‘એક વિરલ કહાની’ અને ‘સ્ટોરી ઓફ પ્રેયર – ૧૯૯૭ ડેઝર્ટ ’ દ્વારા અખાતી દેશોમાં બ્રહ્મસ્વરૂપ પ્રમુખસ્વામી મહારાજના વિચરણ, મંદિર સંકલ્પ અને નિર્માણની ગાથાને દર્શાવવામાં આવી. સદીઓથી ભારત અને અખાતી આરબ દેશો વચ્ચે સાંસ્કૃતિક સંબંધની એક નિરાળી ગંગા વહેતી રહી છે. ૧૯૯૭માં બ્રહ્મસ્વરૂપ પ્રમુખસ્વામી મહારાજ આરબ ભૂમિ પર પધાર્યા ત્યારે તેઓએ અહી વસતા હિન્દુઓની ધર્મભાવનાને પોષણ કરવા એક પવિત્ર સંકલ્પ કર્યો હતો કે આરબ ભૂમિ પર ભવ્ય સંસ્કૃતિધામ મંદિરનું નિર્માણ થાય. બ્રહ્મસ્વરૂપ પ્રમુખસ્વામી મહારાજની આરબદેશોની વિચરણયાત્રા દરમિયાન બાહરીનના રાજા શેખ અમીર ઈસા બિન સલમાન અલ ખલીફા, શારજાહ ના રાજવી પરિવારના શ્રી શેખ હામદ, મસ્કત ના રાજવી શેખ સૈયદ સૈફ બિન હામદ બિન સાઉદ અલ બુસાયદી તેમજ દુબઈના આરબ ઉમરવો સાથેની તેમની સ્નેહસભર મુલાકાતો સૌનાં દિલોદિમાગ પર અનોખો દિવ્ય પ્રભાવ પાથરી ગઈ છે. વર્તમાનકાળે પરમ પૂજ્ય મહંતસ્વામી મહારાજના સાંનિધ્યમાં એપ્રિલ, ૨૦૧૯માં અબુધાબીમાં બી. એ. પી. એસ.હિન્દુ મંદિરનો ભવ્ય શિલાન્યાસ વિધિ સંપન્ન થયો હતો. યુ. એ. ઇ. ની સરકારે પ્રારંભમાં આ મંદિરના નિર્માણ માટે અઢી એકર ભૂમિ ફાળવી હતી. શેખ અબ્દુલ્લા બિન ઝાએદ અલ નહ્યાને દિલ્લીના અક્ષરધામની મુલાકાત પણ લીધી હતી. ત્યારબાદ અબુધાબીના ક્રાઉન પ્રિન્સે ૨૭ એકર ભૂમિનું દાન કર્યું હતું. વર્ષોથી બાહરીનના રાજવી પરિવાર અને બી. એ. પી. એસ વચ્ચે ઘણી સદભાવના મુલાકાતો યોજાઇ હતી. અહી એક વિસ્તૃત હિન્દુ મંદિરની જરૂરિયાત છે તે અંગેની રજૂઆત બાદ, ભારત સરકાર અને બાહરીન સરકારના સંયુક્ત સહયોગથી બી. એ. પી. એસ મંદિર માટે ફેબ્રુઆરી ૨૦૨૨ માં મંદિર માટે જમીન પ્રાપ્ત થઈ છે. આજના કાર્યક્રમમાં અશોકભાઇ કોટેચાએ અબુધાબીમાં નિર્માણાધીન મંદિરના ઇતિહાસ વિષયક વક્તવ્ય આપ્યું.બી. એ. પી. એસ. ના પૂ. પરમવંદન સ્વામીએ ‘ પ્રાર્થનાની શક્તિ’ વિષયક પ્રવચન કર્યું. ત્યારબાદ ‘ઈન્ટ્રોડક્શન ઓફ સ્ટોરી ઓફ ફ્રેન્ડશિપ’ વિડિયો પ્રસ્તુતિ કરવામાં આવી. બી. એ. પી એસ. ના વરિષ્ઠ સંત પૂ. વિવેકસાગર સ્વામીએ ‘ સ્ટોરી ઓફ ફ્રેન્ડશિપ – બાહરીન કિંગ” પર વક્તવ્ય આપ્યું. ત્યારબાદ ‘ઈન્ટ્રોડક્શન ટુ સ્ટોરી ઓફ હાર્મની ’ વિડિયો પ્રસ્તુતિ કરવામાં આવી. બી. એ. પી એસ. ના વરિષ્ઠ સંત પૂ. આત્મસ્વરૂપ સ્વામીએ ‘ સ્ટોરી ઓફ હાર્મની – વેલિંગ વૉલ ” પર વક્તવ્ય આપ્યું. ત્યારબાદ ‘ઈન્ટ્રોડક્શન ટુ સ્ટોરી ઓફ ટ્રાન્સફોર્મેશન – શેખ નહયાન અને મહંત સ્વામી મહારાજ ’ વિડિયો પ્રસ્તુતિ કરવામાં આવી. બી. એ. પી એસ. ના વરિષ્ઠ સંત પૂ. બ્રહ્મવિહારી સ્વામીએ ‘ સ્ટોરી એન્ડ પાવર ઓફ ટ્રાન્સફોર્મેશન” પર વક્તવ્ય આપ્યું. આજની સભામાં આમંત્રિત મહાનુભાવો ડો. એસ જયશંકર, માનનીય વિદેશ મંત્રી -ભારત સરકાર, ડો. ડી વિરેન્દ્ર હેગડે, ધર્માધિકારી - શ્રીક્ષેત્ર ધર્મસ્થળ,કર્ણાટક, ઇલિયાસ અકબર અલી, ચેરમેન & સીઇઓ - ગ્રુપ સિપ્રોમેડ, મડાગાસ્કર, થોમસ પેરેઝ, પૂર્વ સેક્રેટરી ઓફ લેબર - યુએસએ, યોગેશભાઈ મહેતા, ફાઉન્નડર & સીઇઓ - પેટ્રોકેમ મિડલ ઈસ્ટ લિમિટેડ , યુએઇ, બકુલભાઇ મહેતા, મેનેજીંગ ડાયરેક્ટર , મસ્ક્ત ફાર્મસી એન્ડ સ્ટોર એલ એલ સી , ઓમાન , ડો. અમન પુરી, યુએઇ ખાતે ભારતના કોનસુલ જનરલ, મહામહીમ ડો. બસમ અલ ખાતીબ,ભારત ખાતેના સિરીયાના રાજદૂત, નજમ અલ કૂડસી, પૂર્વ સીઇઓ- અબુ ધાબી ઈન્વેસ્ટમેન્ટ કાઉન્સીલ, રમેશ રામકૃશનન, - ટ્રાન્સ વર્લ્ડ ગ્રૂપ ઓફ કંપની , યુએઇ, કે જી બાબુરાજન, ચેરમેન & જનરલ મેનેજર - બી કે જી હોલ્ડિંગ એસ.પી.સી , બાહરીન, મનીષભાઈ પટેલ, મેનજિંગ ડાયરેક્ટર - જીપ ગ્રૂપ , યુએઇ, આર રમેશ, મેનેજિંગ ડાયરેક્ટર - સેન્ટિ એકસકેવેશન & કન્સ્ટ્રક્શન ડબલ્યુ એલ એલ , બાહરીન, રાજેશ માલપાણી, ચેરમેન , માલપાણી ગ્રૂપ , ભારત, નંદન ઝા , એક્સિક્યુટિવ વાઇસ પ્રેસિડેંટ – પેંગ્વિન રેન્ડમ હાઉસ ઈન્ડિયા પ્રાઈવેટ લિમિટેડ ઉપસ્થિત રહ્યા હતા. નિર્માણાધીન અબુધાબી બી. એ. પી. એસ. હિન્દુ મંદિરના ટ્રસ્ટી અશોક કોટેચાએ જણાવ્યું,“આજે પણ યાદ છે કે પ્રમુખસ્વામી મહારાજ એપ્રિલ ૧૯૯૭ માં રણની વચ્ચે ગરમીમાં ઠાકોરજીને લઈને બેઠા હતા અને ભજન ચાલતું હતું. પછી પ્રમુખસ્વામી મહારાજે ધૂન શરૂ કરી અને બોલ્યા કે ‘વિશ્વમાં શાંતિ થાય , વિશ્વનાં દેશો વચ્ચે એકતા થાય અને અંતે બોલ્યા કે અહી અબુધાબીમાં મંદિરનું નિર્માણ થાય’. આજે અબુધાબીમાં મંદિર નિર્માણનું કાર્ય ચાલી રહ્યું છે તેની પાછળ પ્રભુને કેન્દ્રમાં રાખીને પ્રમુખસ્વામી મહારાજે કરેલી પ્રાર્થના રહેલી છે.” BAPSના પરમવંદન સ્વામીએ જણાવ્યું,“પ્રમુખસ્વામી મહારાજ અને ગુરુપરંપરાના જીવનમાં પુરુષાર્થની સાથે ભગવાનની પ્રાર્થનાને પણ પ્રાથમિકતા આપી છે. આજે મહંતસ્વામી મહારાજનાના જીવનમાં પણ પ્રાર્થનાની પ્રાથમિકતા જોવા મળે છે અને તેઓ વિશ્વ શાંતિ અને વિશ્વ કલ્યાણની ભાવના સાથે નિયમિત પ્રાર્થના કરે છે. અબુધાબીનું સ્વામિનારાયણ હિન્દુ મંદિર એ આસ્થાનું સ્થાન છે તેની સાથે સૌહાર્દ અને સંવાદિતાનું કેન્દ્ર પણ છે. ૧૯૯૯માં પ્રમુખસ્વામી મહારાજ ઇજિપ્તની ધર્મયાત્રા માં ગયા હતા અને ત્યાં મ્યુઝિયમ ઓફ હિસ્ટરીમાં ઇજિપ્તના રાજાઓ માટે પ્રમુખસ્વામી મહારાજે તેમના કલ્યાણ માટે સ્વામિનારાયણ ધૂન કરી હતી.” BAPS ના વરિષ્ઠ સંત પૂ. વિવેકસાગરસ્વામીએ જણાવ્યું,“પ્રમુખસ્વામી મહારાજને બાહરીનના રાજા એ કહ્યું હતું કે 'તમે બાહરીન ને તમારું ઘર બનાવો અને વારંવાર આવતા રહો' અને ત્યાં પણ સરકારના કાયદા મુજબ હરિમંદિરની મૂર્તિ પ્રતિષ્ઠા થઈ ગઈ અને અત્યારે સંસ્થાને ૪ એકર જમીન મંદિર નિર્માણ માટે મળી છે.” BAPS ના વરિષ્ઠ સંત પૂ. આત્મસ્વરૂપસ્વામીએ જણાવ્યું,“૧૯૯૯માં પ્રમુખસ્વામી મહારાજ ઇઝરાયેલની વેલિંગ વોલ જોવા હતા હતા અને ત્યાં જઈને પ્રમુખસ્વામી મહારાજે...