મોરબી : મોરબી તાલુકાના ખારચીયા ગામે કાંતિભાઇ તરશીભાઇ વાઘેલાની વાડીમા રહેતા ખેત શ્રમિક પરિવારની પિનુબેન ફુલસીંગ માવી ઉ.17 નામની સગીરાએ અગમ્ય કારણોસર ગળેફાંસો ખાઈ લેતા મૃત્યુ નીપજ્યું હતું.બનાવ અંગે મોરબી તાલુકા પોલીસે અકસ્માતે મૃત્યુ અંગે નોંધ કરી તપાસ શરૂ કરી છે.