મોરબી : મોરબીના વાવડી રોડ ઉપર આવેલી મારુતિ પાર્ક સોસાયટીમાં રહેતા દંપતી વચ્ચે ગૃહકલેશમાં પતિએ જીવ ખોયો હતો. જેમાં પત્ની સાથે ઝઘડો થતા પતિએ ગળેફાસો ખાઈ આપઘાત કરી લેતા અરેરાટી મચી ગઇ હતી. મોરબી એ ડિવિઝન પોલીસ મથકેથી પ્રાપ્ત વિગતો અનુસાર મોરબીના વાવડી રોડ ઉપર આવેલી મારુતિ પાર્ક સોસાયટીમાં રહેતા આકાશભાઈ હસમુખભાઈ આંજાણકા ઉ.વ.28 નામના યુવાને પોતાના ઘરે ગળેફાંસો ખાઈ લેતા તેનું મોત નીપજ્યું હતું. આ બનાવ અંગે પોલીસે જણાવ્યું હતું કે, મૃતક યુવાનને તેની પત્ની સાથે કોઈ બાબતે ઝઘડો થયો હતો. પત્ની સાથે થયેલા ઝઘડાથી માઠું લાગી આવતા પતિ આકાશભાઈ હસમુખભાઈ આંજાણકાએ ગળેફાંસો ખાઈને અંતિમ પગલું ભરી લીધું હતું. એ ડિવિઝન પોલીસે આ બનાવની નોંધ કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે.