કિયા સિરામીક એલએલપી કંપની દ્વારા પ્રશંસનીય પગલું મોરબી : હાલ મોરબી સહિત સમગ્ર રાજ્યમાં ઠંડી પડી રહી છે ત્યારે મોરબીના અમરનગર ખાતે આવેલી કિયા સિરામીક એલએલપી કંપની દ્વારા ફેક્ટરીના મજૂરો અને કર્મચારીઓને ધાબળાનું વિતરણ કરવામાં આવ્યું હતું. કિયા સિરામીક એલએલપી કંપનીના ડાયરેક્ટર પંકજભાઈ પાડલીયા દ્વારા ફેક્ટરીમાં કામ કરતા મજૂરો અને કર્મચારીઓને ઠંડીથી રક્ષણ મળી રહે તે હેતુ સાથે ગરમ ધાબળાનું વિતરણ કરવામાં આવ્યું હતું.