હિતમ ચેરિટેબલ ટ્રસ્ટ અને NIMA દ્વારા આયોજન મોરબી : સ્વ. ઉષાબેન રવિચંદ જેસ્વાણીના સ્મરણાર્થે હિતમ ચેરિટેબલ ટ્રસ્ટ અને NIMA મોરબી દ્વારા મોરબીની વિવિધ સ્થળે 7 જાન્યુઆરી ને શનિવારના રોજ નિ:શુલ્ક સુવર્ણ પ્રાશન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું છે. પુષ્ય નક્ષત્રના દિવસે 0-12 વર્ષના બાળકો માટે બુદ્ધિવર્ધક, બળવર્ધક, ભૂખવર્ધક અને સ્વાસ્થ્યવર્ધક એવા સુવર્ણ પ્રાશનના ટીપા પીવડાવવાનો કેમ્પ 7 જાન્યુઆરી ને શનિવારના રોજ સવારે 9 થી સાંજે 5 વાગ્યા સુધી મોરબીના સો-ઓરડી ખાતેના પોટરી તાલુકા શાળાની સામે આવેલા શાંતિ આયુર્વેદ મેડિકલ અને જનરલ સ્ટોર ખાતે યોજાશે. આ ઉપરાંત (1) ડો. સંજયકુમાર નિમાવત અને ડો. અમિતા નિમાવત (ગુરૂકૃપા હોસ્પિટલ, મોરબી-2 મો.નં. 99797 03020) (2) ડો. ધર્મેશ એમ. ગામી (મધુરમ હોસ્પિટલ, પીપળીયા ચાર રસ્તા, મો.નં. 97373 73953), (3) ડો. મનોજ એમ. ભાડજા (સુશ્રુત હોસ્પિટલ, જુની ક્રિષ્ના હોસ્પિટલ, રામ ચોક, મોરબી, મો.નં. 97278 71722), (4) ડો. હર્ષ એ. અંબાસણા (વશિષ્ઠ આયુર્વેદ એન્ડ પંચકર્મ સેન્ટર, 104, પાટીદાર કોમ્પલેક્ષ, નિલકંઠ સ્કૂલ સામે, રવાપર રોડ, મોરબી, મો.નં. 81605 51609), (5) ડો. ચેતન ભીમાણી (ડો. લહેરૂ દવાખાનું, સ્વામિનારાયણ મંદિર સામે, બાયપાસ રોડ, મોરબી, મો.નં. 97122 04085) (6) સાગરભાઈ વી મહેતા (કુમાર પે. સેન્ટર શાળા, જુના દેવળીયા, મો.નં. 98793 40620) (7) ડો. એસ. જે. પટેલ (નિરામય ક્લિનિક, જનકપુર, હાઈસ્કૂલ સામે, ઘુંટુ, મો.નં. 98793 75905), (8) ડો. રમેશ એમ. ડાભી અને ડો. મનીષા આર. ડાભી (ઓમ આયુર્વેદા, સંકલ્પ પ્લાઝા, કેનાલ રોડ, મોરબી, મો.નં. 94279 78868), (9) ડો. પરેશ ડી. ડાભી (રૂદ્ર આયુર્વેદ એન્ડ જનરલ હોસ્પિટલ, શિવ શક્તિ પ્લાઝા, નાની કેનાલ ચોકડી, પંચાસર રોડ, મો.નં. 92654 66678) અને (10) ભારતી વિદ્યાલય, ગીરીરાજ સોસાયટી, ઉમા ટાઉનશીપ પાસે, મોરબી ખાતે 7 જાન્યુઆરી ને શનિવારના રોજ નિઃશુલ્ક સુવર્ણ પ્રાશાન કેમ્પ યોજાશે. આ કેમ્પનો લાભ લેવા સાગર રવિચંદ જેસ્વાણી (ટ્રસ્ટી, હિતમ ચેરિટેબલ ટ્રસ્ટ) અને ડો. હાર્દિક રવિચંદ જેસ્વાણી (પ્રમુખ, N.I.M.A. મોરબી) દ્વારા અપીલ કરાઈ છે.