મોરબી : મોરબી તાલુકા પોલીસે રફાળેશ્વર ગામની સીમમાં કૈલાસ નળીયાના કારખાના પાસે જાહેરમાં જુગાર રમતા ચાર ઇસમોને રૂ. ૨૫ હજારની રોકડ રકમ સાથે પકડી પાડી ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે. મોરબી તાલુકા પોલીસે મળેલ બાતમી હકીકત આધારે રફાળેશ્વર ગામની સીમમાં કૈલાસ નળીયાના કારખાના પાસે, ખુલ્લી જગ્યામાં જાહેરમાં જુગાર રમતા ચાર ઇસમો પારસ ઉર્ફે સુલતાન ગીરધાભાઇ વાધેલા ઉ.વ.૨૩, રહે. રફાળેશ્વર, આંબેડકર હોલની બાજુમાં, ગોવિંદભાઇ ગોરધનભાઇ સનુરા ઉ.વ.૩૩, રહે. રફાળેશ્વર, પ્રેમલભાઇ કરશનભાઇ મકવાણા ઉ.વ.૩૬, રહે, જેપુર, નાનજીભાઇ જીવણભાઇ કુંવરીયા ઉ.વ.૪૨, રહે. રફાળેશ્વર, કૈલાસ કારખાનામાં, તા.જી.મોરબીવાળાને રોકડ રૂ.૨૫,૮૦૦/- ના મુદ્દામાલ સાથે પકડી પાડી જુગારધારા હેઠળ ગુન્હો રજી. કરી આગળની કાર્યવાહી હાથ ધરેલ છે. આ કામગીરીમાં પો.સ.ઇ. વી.જી.જેઠવા, એ.એસ.આઇ. જયદેવસિંહ ઝાલા, પોલીસ હેડ કોન્સ જયસુખભાઇ પટેલ, દિનેશભાઇ બાવળીયા, પોલીસ કોન્સ. ફતેસંગ પરમાર, અરવિંદભાઇ મકવાણા, દિવ્યરાજસિંહ જાડેજા, રમેશભાઇ મુંધવા, ભગીરથભાઇ લોખીલ, જયદીપભાઇ પટેલ, પંકજભા ગુઢડા અને દેવશીભાઇ મોરી રોકાયેલ હતા.