મુહૂર્તની હરરાજીમાં વેપારીઓએ ઉત્સાહ દેખાડ્યો : સરંભડાના ખેડૂતને 2111 રૂપિયા ભાવ મળ્યો હળવદ : હળવદ માર્કેટ યાર્ડમાં આજે સિઝનના પ્રથમ ધાણાની આવક નોંધાઈ છે જેમાં વેપારીઓએ હરરાજીમાં ઉત્સાહ દેખાડી ધાણા વેચવા આવેલા ખેડૂતને પ્રતિમણના 2,221 રૂપિયા ચૂકવ્યા હતા. હળવદ માર્કેટ યાર્ડમાં સિઝનની દરેક આવકમાં મૂહુર્તની હરરાજીમાં વેપારીઓ ઊંચી બોલી લગાવી જણસી ખરીદતા હોય છે ત્યારે આજે હળવદ તાલુકાના સરંભડા ગામના કિશનભાઇ દીપકભાઈ નામના ખેડૂત અવની ટ્રેડિંગ નામની પેઢીમાં 21 મણ જેટલા ધાણા વેચવા માટે આવ્યા હતા જોકે માર્કેટ યાર્ડમાં સિઝનના ધાણાની આવક પ્રથમ હોય જેથી મુહૂર્તની હરરાજીમાં વેપારીઓએ ઉત્સાહ દેખાડી સૌથી ઊંચી બોલી રૂપિયા 2,221ના ભાવથી પૃથ્વી એન્ટરપ્રાઇઝના વેપારીઓએ ધાણાની ખરીદી કરી હતી.