મોરબી : મોરબીના લીલાપર રોડ ઉપર આવેલ તીર્થંક પેપરમિલમાં રોલ મુકવાની જગ્યાએ સુઈ ગયેલા શ્રમિક ઉપર અજાણતા 8 ટન વજનનો રોલ મુકાઈ જતા આ શ્રમિકનું કમકમાટીભર્યું મૃત્યુ નિપજ્યુ હતું. પ્રાપ્ત વિગતો મુજબ મોરબીના લીલાપર રોડ ઉપર આવેલ તીર્થંક પેપરમિલમાં ફિનિશીંગ વિભાગમાં કામ કરતા મૂળ ઉત્તરપ્રદેશના ફિરોઝાબાદ જિલ્લાના રહેવાસી જાનકીપ્રસાદ કિરણસિંહ મધુકર ઉ.51 નામના શ્રમિક ફેકટરીના કટર મશીનની બાજુમાં પેપર રોલ મુકવાની જગ્યાએ સુઈ જતા અન્ય કામદાર દ્વારા અહીં 8 ટન વજનનો પેપર રોલ મુકતા આ પેપર રોલ નીચે દબાઈ જતા જાનકીપ્રસાદનું કમકમાટીભર્યું મૃત્યુ નીપજ્યું હતું. બનાવ અંગે મોરબી તાલુકા પોલીસે અકસ્માતે મૃત્યુ અંગે નોંધ કરી તપાસ શરૂ કરી છે.