ભરતનગર નજીક આવેલ કૃષ્ણલીલા હોટલના ગ્રાઉન્ડમા બનેલ ઘટના મોરબી : મોરબીના ભરતનગર નજીક આવેલ કૃષ્ણલીલા હોટલના ગ્રાઉન્ડમા હિસાબના બાકી પૈસા મામલે ટ્રાન્સપોર્ટર યુવાન ઉપર બેઝબોલના ધોકા વડે હુમલો કરવામાં આવતા મોરબી તાલુકા પોલીસ મથકમાં ફરિયાદ નોંધાઇ છે. બનાવ અંગે જાણવા મળતી વિગતો મુજબ મોરબીના વિદ્યુતનગરમાં રહેતા મૂળ જસાપર ગામના ટ્રાન્સપોર્ટર યુવાન યશપાલભાઈ માવજીભાઈ કાનગડ કૃષ્ણલીલા હોટલના ગ્રાઉન્ડમાં હતા ત્યારે નંબર વગરની ગ્રે કલરની સ્વીફ્ટ કારમાં ધસી આવેલા કિશનભાઈ જસાભાઈ કાનગડ રહે. કેનાલ રોડ, મૂળ ગામ જસાપર વાળાએ હિસાબના બાકી પૈસા મામલે બેઝબોલના ધોકા વડે હુમલો કરતા જમણા હાથમાં ઇજાઓ પહોંચી હતી. ઘટના અંગે મોરબી તાલુકા પોલીસે ગુન્હો નોંધી તપાસ શરૂ કરી છે.